પરમ પૂજય દાદા ભગવાનની ભાવના એવી હતી કે, આપણે અક્રમવિજ્ઞાનના સિદ્ધાંતો પર એવી સ્કૂલનું નિર્માણ કરવું જોઈએ કે જયાં આ વિજ્ઞાનના આદર્શો પૂર્ણ રીતે આત્મસાત થઈજાય. જેથી બાળકના જીવનમાં કયારેય પણ ડીપ્રેશન નઆવે અને તે જ્ઞાનની સાચી સમજણથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.
પરમ પૂજય દાદાશ્રીની આ ભાવનાને ધ્યાનમાં રાખીને અંબા સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું કે જેનો પાયો અધ્યાત્મ વિજ્ઞાન પર આધારીત છે અને તે બાળકના સર્વાંગી વિકાસ એટલે કે શૈક્ષણિક, શારીરિક તથા માનસિક વિકાસને લક્ષમાં રાખે છે. આ શાળામાં શૈક્ષણિક વિકાસની સાથે સાથે કોમન સેન્સ અને આંતર સુઝ ખીલવે તેવું શિક્ષણ, વડીલો પ્રત્યે આદરભાવ તથા બધા સાથે સમાનતા રહે એવા સંસ્કારોનું રોપણ કરવામાં આવે છે.
આ શાળા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી છે. આજના કોમ્પ્યુટર યુગમાં અંગ્રેજીની ડગલેને પગલે જરૂરિયાતને ધ્યાનમાં લઈને બાળમંદિરથી અંગ્રેજી ભાષાના શિક્ષણને પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
આ શાળામાં લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, આર્ટ રૂમ, સ્પોર્ટસ રૂમ તથા ઓડિયો-વિડિયો રૂમથી સજ્જ આધુનિક સગવડો તથા મકાનની બાજુમાં આઉટડોર ગેમ્સ માટે સ્પોર્ટસ ગ્રાઉન્ડ.
એક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેથી દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન આપી શકાય.