www.dadabhagwan.in
                   
અંબા હેલ્થ સેન્ટર

અંબા હેલ્થ સેન્ટર, શ્રી સીમંધર સ્વામી આરાધના ટ્રસ્ટ દ્વારા, રાહતદરે ચાલતી સંસ્થા છે. આ સીમંધર સીટી, અડાલજમાં આવેલ, એક એવી જગ્યા છે, જયાં એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદના તબીબો એક છત હેઠળ સાથે મળીને તમામ દર્દીઓને પ્રાથમિક સ્તરે સારવાર આપે છે.

૧ નવેમ્બર ૨૦૦૨માં પૂજય નીરુમાના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ કલીનીક મૂળભૂત પ્રાથમિક મેડિકલ સુવિધાઓ સાથે શરૂ થયેલ હતી અને ધીમે ધીમે તેનો હોલિસ્ટિક કલીનીકમાં વિકાસ થયો. જુદી જુદી સ્વાસ્થ્ય પદ્ધતિના તબીબો એક સાથે કામ કરે છે. અને આદર્શ સારવાર યોજના દર્દીઓને આપવામાં આવે છે.

પૂજય દાદાશ્રીની હ્રદયપૂર્વકની હાર્દિક ઈચ્છા હતી કે ''લોકો બીજું કંઈ નહીં પણ કમ સે કમ શાંતિ અને આનંદને પામે.'' અંબા હેલ્થ સેન્ટર આ ધ્યેયને પ્રાપ્ત કરવાના હેતુ સાથે છે. અહીં દવાઓ અને બીજી સંબંધી તબીબી મદદો ઓછામાં ઓછા દરે આપવામાં આવે છે.

પ્રવૃતિઓ :-

ફ્રી મેડિકલ મેગા કેમ્પ, ફ્રી સ્પેશિયલ આંખનો કેમ્પ, નેચરોપેથી કેમ્પ, રક્તદાન કેમ્પ, હ્રદયનો કેમ્પ, આંખ, કાન, નાક, ગળાના દર્દો માટેનો કેમ્પ, પેઈન થેરાપી કેમ્પ, સ્ત્રી રોગોનો કેમ્પ, હાડકાના દર્દો માટેનો કેમ્પ

સુવિધાઓ :-

એલોપેથીક સારવાર, હોમિયોપેથીક સારવાર, આયુર્વેદિક સારવાર, વરાળનો શેક અને માલિશ, પંચકર્મ સારવાર, શિરોધારા સારવાર, પેથોલોજી લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, ઈ.સી.જી. (ઈલેકટ્રોકાર્ડિયોગ્રામ), આંખની તપાસ (ચશ્મા મળશે), ફિઝિયોથેરાપી,દાંતની સારવાર - ડેન્ટીસ્ટ, ઓઝોનથેરાપી, પેઈન થેરાપી, ૧૦ બેડનો વોર્ડ.

 

google
Web www.dadabhagwan.in
show bar